આર્યન ખાન એક્ટર નહીં, રાઇટર બનશે

Friday 11th March 2022 06:12 EST
 
 

દેશવિદેશમાં લાખો ફેન્સ ધરાવનારા કિંગ ખાનનો દીકરો આર્યન ખાન પિતાના પગલે ચાલાતા માગતો નથી. આર્યન અગાઉ પણ અનેક વાર જણાવી ચૂક્યો છે કે તેની ઇચ્છા એક્ટર બનવાની નથી. આર્યને પોતાના ફ્યૂચર પ્લાન્સ પર અમલ શરૂ કરતાં રાઇટર બનવવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ મુજબ, આર્યન વેબસિરિઝ માટે સ્ક્રિપ્ટ લખવાનો છે.
પિતા કરતાં અલગ માર્ગ પસંદ કરતાં આર્યને કેમેરાની પાછળ પોતાની ટેલેન્ટ બનતાવવાનું નક્કી કર્યું છે. આર્યને ૨૦૨૦ના વર્ષમાં સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ક્યું હતું. તેણે ફાઇન આર્ટ્સ, સિનેમેટિક આર્ટ્સ, ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં બેચલર ડિગ્રી લીધી છે. હવે તે પોતાના સ્ટડીની મદદથી કરિયર બનાવવા માગે છે. આર્યન ખાન ઓટીટી પ્લેટફોર્મની વેબસિરિઝ અને ફીચર ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. આર્યનની ફિલ્મને શાહરુખની રેડ ચિલિસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરાશે, જ્યારે વેબસિરિઝ માટે નેગોશિયએશન ચાલી રહ્યું છે. આર્યનની ઓટીટી સિરિઝ આ વર્ષે ફ્લોર પર જઇ શકે છે. ફિલ્મમાં કટ્ટર ફેનની સ્ટોરી છે. કો-રાઇટર બિબાલ સિદ્દકી સાથે આર્યન આ પ્રોડેક્ટ પર કામ કરી રહ્યો છે. શાહરુખની દીકરી સુહાના એક્ટિંગમાં ડેબ્યુ કરવા માગે છે. અને તેના માટે પ્રોજેક્ટ પણ નક્કી થઇ ગયો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સુહાનાની સાથે અગત્સ્ય નંદા અને ખુશી કપૂર પણ જોવા મળશે. શાહરુખની વાત કરીને લાંબા બ્રેક બાદ તે સતત દોડી રહ્યો છે. સાઉથના ફિલ્મમેકર એટલીની ફિલ્મ માટે મુંબઇમાં કામ શરૂ કર્યું છે. આ પછ તે ‘પઠાણ’ના શૂટિંગ માટે સ્પેન જશે. સિદ્વાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં દીપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter