આર્યનની વેબ સિરીઝ સામે માનહાનિનો કેસ

Friday 03rd October 2025 09:04 EDT
 
 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર અને આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ ‘ધ બેડ્સ ઓફ બોલિવુડ’ વેબ સિરીઝ સામે દિલ્લી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેનો આરોપ છે કે આ સિરીઝમાં તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.
અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સિરીઝમાં એક પાત્ર ‘સત્યમેવ જયતે’નો નારો બોલ્યા પછી અશ્લીલ ઇશારો કરે છે. આ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમનું ઉલ્લંઘન છે અને તેના માટે સજા નક્કી છે. આ ઉપરાંત, આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ના અનેક પ્રાવધાનોના ઉલ્લંઘનનો પણ આરોપ છે.
વાનખેડેએ આર્યનની ધરપકડ કરી હતી 
સમીર વાનખેડે અને આર્યન ખાનનો મામલો ઓક્ટોબર 2021માં શરૂ થયો, જ્યારે એનસીબીએ આર્યન ખાનને એક ક્રૂઝ પર ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે વાનખેડે એનસીબીના ઝોનલ ડિરેક્ટર હતા. બાદમાં આર્યનને પુરાવાના અભાવમાં છોડી દેવામાં આવ્યો અને વાનખેડે પર આ કેસમાં
કથિત વસુલાત અને ખોટી કાર્યવાહીનો આરોપ લાગ્યો હતો. હવે વાનખેડેએ આર્યનના દિગ્દર્શનમાં બનેલી વેબ સિરીઝને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter