આલિયા-રણબીર કપૂરની ભેગી નેટવર્થ રૂ. 839 કરોડ

Sunday 24th April 2022 08:29 EDT
 
 

અનેક વીક સુધી અટકળો અને ચર્ચાઓ બાદ આખરે આલિયા અને રણબીરે લગ્નબંધને બંધાયા છે. આ વાતને પણ અઠવાડિયું થઇ ગયું છે, પરંતુ તેમના જીવન સાથે સંકળાયેલી વાતો ખૂટતી નથી. લાખો ફેન્સ ધરાવતા આ બંને સ્ટાર્સ પાસે હવે કેટલી સંપત્તિ છે તેના અહેવાલો ફરતા થયા છે. જે અનુસાર, બન્ને પાસે લક્ઝુરિયસ કાર્સ અને પ્રોપર્ટી મોટા પ્રમાણમાં છે, જેનું કુલ મૂલ્ય રૂ. 839 કરોડ જેટલું છે. રણબીર કપૂર પાસે આશરે રૂ. 330 કરોડની સંપત્તિ હોવાનો અંદાજ છે. રણબીર પ્રોજેક્ટ દીઠ રૂ. 50 કરોડની ફી મેળવી રહ્યો છે. તેની પાસે એડવર્ટાઈઝમેન્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો પણ ઢગલો છે. ઓપ્પો, ટાટા એઆઈજી, કોકા-કોલા, ઓરિયો જેવી દિગ્ગજ બ્રાન્ડ તેની પાસે છે. એક બ્રાન્ડના શૂટિંગ માટે તે રૂ. 6 કરોડની તગડી ફી વસૂલે છે. મુંબઈના પાલી હિલમાં આવેલા વાસ્તુ એપાર્ટમેન્ટનું મૂલ્ય રૂ. 30 કરોડથી વધુનું છે. આલિયા ભટ્ટની પ્રોપર્ટી તો રણબીર કરતાં પણ વધારે છે. તેની પાસે રૂ. 517 કરોડથી વધુ સંપત્તિ હોવાનો અંદાજ છે. ફ્રૂટી, કોર્નેટો, માન્યવર, ફ્લિપકાર્ટ, કેડબરી, બ્લેન્ડર્સ પ્રાઈડ જેવી સંખ્યાબંધ બ્રાન્ડનું તે પ્રમોશન કરે છે. એક દિવસના પ્રમોશનલ શૂટ માટે આલિયા રૂ. 2 કરોડનો ચાર્જ લઈ રહી છે. જૂહુ ખાતે તેનો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે. બહેન સાથે સંયુક્ત માલિકીમાં શાલિયા નામની પ્રોપર્ટી મુંબઈમાં છે. આલિયાએ 2021માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. તેની પાસે આઉડી, બીએમડબ્યુ, લેન્ડરોવર, રેન્જરોવર જેવી લક્ઝુરિયસ કાર્સ ઉપરાંત વેનિટી વાન પણ છે. 14મી તારીખે વેડિંગ સેરેમની દરમિયાન બન્નેને ફેમિલી અને ફ્રેન્ડ્સ દ્વારા પણ મોંઘી ગિફ્ટ્સ અપાઈ હતી. રણબીરને તેના માતા નીતુ કપૂરે રૂ. 5 કરોડનું એપાર્ટમેન્ટ ગિફટમાં આપ્યું છે તો સાસુ સોની રાઝદાને રૂ. 2.50 કરોડની મોંઘી ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. ગેસ્ટને રિટર્ન ગિફ્ટમાં કાશ્મીરી શાલ અપાઈ હતી, જેને ખુદ આલિયાએ સિલેક્ટ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter