આલિયાના બેબી શાવરમાં સેલિબ્રિટીસનો જમાવડો

Monday 10th October 2022 11:12 EDT
 
 

રણબીરના મુંબઇના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને દશેરાના શુકનવંતા દિવસે આલિયા ભટ્ટનું બેબી શાવર યોજાયું હતું, જેમાં બોલિવૂડ સહિત અનેક ક્ષેત્રની સેલિબ્રિટીસ ઉમટી હતી. આલિયા ભટ્ટના સીમંતમાં તેની માતા સોની રાઝદાન, બહેન શાહિન, સાસુ નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા સહિત કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો નજરે પડતે હતા. આ ઉપરાંત કરણ જોહર, કરિશ્મા કપૂર, નતાશા નંદા, નીલા દેવી કપૂર સહિતના સેલબ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આલિયાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ આવી હતી. બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પેરન્ટ્સ બનવાના છે. પાંચમી ઓક્ટોબરે - દશેરાના દિવસે આલિયાની બેબી શાવર સેરિમની યોજાઈ હતી. બેબી શાવર સેરિમનીની અનેક તસવીરો વાઇરલ થઈ છે. આલિયાએ સીમંતમાં યલો ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. તેના ચહેરા પર અનોખી ચમક નજરે પડતી હતી. રણબીર કપૂર પિંક વ્હાઈટ કુર્તા પાયજામામાં જોવા મળતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter