બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ મોટા થઈને ફિલ્મી દુનિયામાં જ નસીબ અજમાવે છે, પરંતુ આલિયા તેની દીકરીને અભિનય ક્ષેત્રે નહીં પણ રમતગમતના મેદાનમાં જોવા માંગે છે. એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે રાહા એથ્લીટ બને. આલિયાએ આ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, મને ટીમવર્ક ખૂબ ગમે છે. જો હું અભિનેત્રી ના હોત તો એથ્લીટ હોત, અને ચોક્કસપણે કોઈ ટીમ સ્પોર્ટ્સ રમતી હોત. હું ક્યારેક રાહા માટે પણ એવું જ વિચારું છું. તે અત્યારે માત્ર ત્રણ વર્ષની છે, પરંતુ ખૂબ જ સક્રિય અને સ્પર્ધાત્મક છે. તે આખો દિવસ ઉછળ-કૂદ કરતી રહે છે, તેથી હું તેને એથ્લીટ તરીકે જોવા ઈચ્છીશ.’ માતા બન્યા પછી જીવનમાં આવેલા પરિવર્તનો વિશે આલિયાએ કહ્યું કે, ‘માતા બન્યા પછી પ્રાથમિકતા જરૂર બદલાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે મહત્વકાંક્ષા ઓછી થઈ જાય. તેનાથી ઉલટું હવે તે કામમાં ક્વોલિટી પર ધ્યાન આપે છે.’


