કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની સાડી સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી છે. બોલ્ડ ગોલ્ડન અને સિલ્વર બોર્ડર સાથેની સાડી અને ચિકનકારી બ્લાઉઝ આ ફેસ્ટિવ સિઝનમાં ઈન-સ્ટાઇલ રહેશે તેવું ફેશન ડિઝાઈનર્સ કહી રહ્યાં છે.