આલિયાનો અફસોસઃ કોમેડી માટે કોઇ મને સિરિયસલી લેતું નથી

Monday 08th August 2022 06:40 EDT
 
 

આલિયા ભટ્ટ આજકાલ ઓટીટી પર રિલીઝ થનારી તેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયાએ અનેક ફિલ્મમાં આગવી અદાકારીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. ખાસ તો, ‘રાઝી’માં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આલિયાએ તેને ઓફર થતી ફિલ્મ્સ અને કેરેક્ટર વિશે ઇન્ટરેસ્ટિંગ ખુલાસો કર્યો છે. આલિયાએ કહ્યું હતું કે, લોકો મને સિરિયસ એક્ટર સમજે છે. કદાચ આથી જ મારી પાસે કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ આવતી નથી. હું ‘ડાર્લિંગ્સ’ માટે સુપર એક્સાઇટેડ છું કારણ કે આ ફિલ્મ ઇમોશન અને કોમેડીનું શાનદાર કોમ્બિનેશન છે. આલિયાનું કહેવું છે કે મને લાગે છે કે હું તમને હસાવી પણ શકું છે ને રડાવી પણ શકું છું. હું ફક્ત ઇન્ટેન્સ કેરેક્ટર પરફોર્મ કરવા નથી ઇચ્છતી, હું લોકોને હસાવવા પણ માગું છું. હું બીવી નં. 1 અને કુલી નં. 1 જેવી ફિલ્મોને જોઇને મોટી થઇ છું. મને કરિશ્મા-ગોવિંદા મારા ફેવરિટ રહ્યા છે. મને ગોવિંદાની એક્ટિંગ ખૂબ ગમે છે. તેમની સ્ક્રિન પ્રેઝન્સ કમાલ છે. કોમેડીની સાથે તેઓ સિરિયસ સીન્સ, રોમાન્સ, ડાન્સ ખૂબ આસાનીથી પરફોર્મ કરે છે. અને જ્યારે તેઓ સ્ક્રિન પર હોય ત્યારે કોઇને આમતેમ નજર ફેરવવાની પણ ઇચ્છા ન થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter