ઇબ્રાહિમ અંગે પલક કહે છેઃ અમે તો માત્ર બેસ્ટ ફ્રેન્ડ છીએ...

Sunday 01st May 2022 08:29 EDT
 
 

મોડેલ પલક તિવારીએ ખુલાસો કર્યો છે કે તેની અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે કોઈ રિલેશન નથી. તેઓ માત્ર સારાં મિત્રો છે અને ક્યારેક ક્યારેક સાથે આઉટિંગ પર પણ જાય છે. થોડાક સમય પહેલાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અને ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી પલક પાપારાઝીના કેમેરામાં કેદ થઇ ગયાં હતાં. આ સમયે પલકે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. જોકે, થોડા સમયમાં જ તેની ઓળખ છતી થઇ ગઇ હતી અને વાત વહેતી થઇ હતી કે ઇબ્રાહિમ અને પલક એકબીજાને ડેટ કરે છે.

જોકે, હવે પલકે એવો ખુલાસો કર્યો છે કે એ દિવસે તે પોતાની મમ્મીથી સાચી વાત છૂપાવીને બહાર નીકળી હતી. ઘરે તેણે એટલું જ કહ્યું હતું કે પોતે એક કલાકમાં પાછી આવી જશે. મોડું થયા પછી ટ્રાફિક જામનું બહાનું પણ હાથવગું રાખ્યું હતું. પલકે એવો પણ દાવો કર્યો છે કે એ દિવસે તે અને ઇબ્રાહિમ એકલાં ન હતાં, પરંતુ આખું ગ્રૂપ તેમની સાથે હતું. જોકે, પાપારાઝીએ ઇબ્રાહિમને જોઇને ફટાફટ તસવીરો ક્લિક કરવા માંડતાં આ ફોટા મમ્મી સુધી પહોંચી જશે એમ માની પોતે મોઢું છુપાવી દીધું હતું.
જોકે, આખરે વાત બહાર આવી જ ગઇ અને ચર્ચાઇ પણ ગઇ.
બીજી તરફ, પલક અને શ્વેતા જે પ્રકારનું બોન્ડિંગ શેર કરે છે તે જોતાં તે પોતાના ગ્રૂપ સાથે બહાર જાય અને મમ્મીથી આટલી અમસ્તી વાત છૂપાવે તે ગળે ઉતરતું નથી. બાકી, બોલિવૂડમાં ‘અમે તો માત્ર બેસ્ટ ફ્રેન્ડ છીએ’ એ બહુ જ ચવાઈ ગયેલો જવાબ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter