સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન પોતાની કારકિર્દીને બદલે લવ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી પલક તિવારી સાથે તેમનું નામ જોડાયેલું છે. બન્ને તાજેતરમાં સાથે જોવા મળ્યા હતા અને કેમેરાની આંખે ચઢી પણ ગયા હતા. જોકે ઇબ્રાહીમ અલી ખાન પાપારાઝીથી બચવા પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ સમયે ઇબ્રાહીમ અને પલક તિવારી સાથે સારા અલી ખાન પણ હતી. પાપારાઝીને જોઈને સારા અલી ખાને માત્ર સ્મિત વેર્યું હતું. વાયરલ વીડિયોમાં ઇબ્રાહીમ, પલક તિવારી અને સારા અલી ખાન એક સાથે જોવા મળે છે. પાપારાઝીએ તસવીર ખેંચવા પ્રયાસ કરતાં ઇબ્રાહીમ બચવા પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તે માસ્ક પહેલીને કરીને પાપારાઝી સામે આવ્યો હતો, પરંતુ પલક અને સારા અલી આરામથી તસવીરો ખેંચાવી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પલક સારા અલી ખાન અને ઈબ્રાહીમ સાથે જ કારમાં બેસીને ઘર તરફ પાછી ફરી હતી. કારમાં પણ ઇબ્રાહીમ ચહેરા પરથી માસ્ક દૂર નહોતું કર્યું.


