ઇમરાનની અભિનયને અલવિદા

Friday 27th November 2020 06:33 EST
 
 

‘મિ. પરફેક્શનીસ્ટ’ની ઓળખ ધરાવતા એક્ટર આમીર ખાનના ભાણિયા ઇમરાન ખાને અભિનયને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન ખાને આમ તો બહુ જૂજ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે, પરંતુ પોપ્યુલારિટી બહુ ઝડપથી મેળવી હતી. ૨૦૦૮માં કેરિયર શરૂ કરનાર ઇમરાન પાછલા પાંચ વર્ષથી ફિલ્મીપરદાથી દૂર છે એમ કહી શકાય. નવી ઇનિંગમાં હવે તે રાઇટિંગ અને ડિરેક્શનના ક્ષેત્રે હાથ અજમાવશે.
ઇમરાને માત્ર પાંચ વર્ષમાં ઉંમરે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. ૧૯૮૮માં રીલિઝ થયેલી ‘કયામત સે કયામત તક’માં ઇમરાનનો રોલ હતો. આ ફિલ્મમાં તેણે આમીરના બાળપણનો રોલ કર્યો હતો. ૨૦૦૮માં ‘જાને તુ...’ ફિલ્મથી તેણે લીડ એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મને આમીર ખાને પ્રોડ્યુસ કરી હતી અને અબ્બાસ ટાયરવાલાએ ડિરેક્ટ કરી હતી. તેની છેલ્લી મૂવી કંગના સાથેની ‘કટ્ટી બટ્ટી’ હતી, જે ૨૦૧૫માં રિલિઝ થઇ હતી. ૨૦૧૮માં તેની શોર્ટ ફિલ્મ ‘મિશન માર્સઃ કીપ વોકિંગ ઇન્ડિયા’ રિલિઝ થઇ હતી. ‘દેલ્હી બેલી’, ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’, ‘ગોરી તેરે પ્યાર મેં’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ’ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૧માં ઇમરાને અવંતિકા મલિક સાથે મેરેજ કર્યા હતા.
જોકે થોડાક સમય પહેલાં જ તેઓ છૂટા પડ્યા હોવાના અહેવાલ હતા, પરંતું બેમાંથી કોઇએ આ વાત કન્ફર્મ કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter