ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે. તેણે તેનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરીને પુત્રનું નામ કીનૂ રાફેલ ડોલન રાખ્યાનું જણાવ્યું છે. ઇલિયાનાને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર પછી સેલિબ્રિટિઓ પ્રિયંકા ચોપરા, અથિયા શેટ્ટી, વિદ્યા બાલન, મલાઇકા અરોરા, કરણવીર શર્મા તેમજ અન્યોએ વધામણી આપી છે. ઇલિયાનાએ માઇકલ ડોલન સાથે 2023માં લગ્ન કર્યા હતા. 2024માં તેણે પોતાના પ્રથમ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના થોડા દિવસો પછી જ તે પોતે બીજી વખત ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું.