ઈન્દિરા ગાંધીના લૂકમાં લારા દત્તા

Thursday 26th August 2021 06:46 EDT
 
 

‘બોલબેટમ’ ફિલ્મમાં લારા દત્તાએ પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ માટે તેણે ખાસ પદ્ધતિથી મેક-અપ કરવો પડતો અને તે માટે સવારે ૩ કલાક લાગતા હતા. આ ઉપરાંત શુટિંગ પૂરું થયા પછી તેને એ મેક અપ ચહેરા પરથી દૂર કરતા એક કલાક થતો હતો. લારા કહે છે કે બેશક મારે સવારે વહેલું ઉઠવું પડતું, પણ તેની કોઈ સમસ્યા નહોતી, મેં અગાઉ અક્ષયકુમાર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. લારા દત્તાએ મેકઅપનો એક ટાઈમ લેપ્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેના લુક ટ્રાન્સફોર્મેશનની ઝલક દેખાડવામાં આવી છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લારાએ લખ્યું છે કે મેં કદી વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી પર્સનાલિટીનું ચરિત્ર હું નિભાવીશ. જોકે લારાના આ લુકથી દરેક જણ પ્રભાવિત છે એવું પણ નથી.
લારાએ તેની પુત્રીના રિએકશન અંગે જણાવ્યું કે તે ઘણી ઉત્સુક હતી. તે ઓરડામાં આવી અને મારા ચહેરા પર સિલિકોન નિહાળીને કહ્યું કે તું આમાં શ્વાસ પણ નથી લઈ શકતી. એ ઘણી ચિંતિત હતી. પતિ મહેશ ભૂપતિના રિએકશન અંગે લારાએ જણાવ્યું છે કે મારા પતિ તો આ જોઇને ચોંકી જ ગયા હતા. તેઓ મેકઅપ અંગે ઘણી મૂંઝવણ અનુભવતા હતા. તેમણે કહ્યું કે તને ભેટી પણ શકતો નથી, કેમ કે તું અમારામાંની હોય તેવી દેખાતી જ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter