ઈલિયાના ડી ક્રૂઝે પોતાની પ્રેગનન્સી ડિક્લેર કરતી વખતે બાળકના પિતાનું નામ જાહેર કર્યું ન હતું. જોકે હવે તેણે એક સાંકેતિક તસવીર શેર કર્યો છે. તે જોતાં એવું લાગે છે તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે.
ઇલિયાનાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક દરિયાકિનારે જોવા મળી રહી છે. આ વીડિયો જોતાં તે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન હોવાનું જણાઇ રહ્યું છે. ઇલિયાનાએ સાથે લખ્યું છેઃ ‘બેબીમૂન’. આ સાથે તેણે એક તસવીર શેર કરી છે. જેમાં એક ટેબલ પર ખાવાની પ્લેટ્સ જોવા મળી રહી છે. તેમજ એક બાજુ પર ઇલિયાનાનો હાથ અને બીજી બાજુ એક પુરુષનો હાથ જોવા મળી રહ્યો છે. તસવીરમાં તે પુરુષનો ચહેરો છુપાવવામાં આવ્યો છે.
આ સાથે ઇલિયાનાએ લખ્યું છેઃ રોમાન્સનો આ મારો આઇડિયા છે. હું તેને શાંતિથી જમવા પણ દેતી નથી.
ઇલિયાના કેટરિના કૈફના ભાઇ સેબેસ્ટિયન લોરેટ મિશેલ સાથે ડેટ કરી રહી છે. બંને સપરિવાર પણ સાથે દેખાયાં છે. જોકે, તેમણે ક્યારેય પોતાના સંબંધો જાહેર કર્યા નથી.