અનન્યા સાથે બ્રેકઅપ બાદ લાંબા સમયથી સિંગલ ઈશાન ખટ્ટરને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. જોકે, તેની ઓળખ હજુ પ્રગટ કરાઈ નથી. ઈશાન અને અનન્યા અગાઉ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. તાજેતરમાં ઇશાન ખટ્ટર આ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો. સોશયલ મીડિયા પર ઇશાનનો વીડિયો અને થોડી તસવીરો વાયરલ થઇ છે. જેમાં ઇશાન હેલમેટ પહેરીને બાઇક ચલાવતો જોવા મળે છે જ્યારે બાઇક પર તેની પાછળ એક યુવતી હેલમેટ પહેરેલી જોવા મળી રહી છે. કહેવાય છે કે ઇશાન આ યુવતીને થોડા દિવસોથી ડેટ કરી રહ્યો છે. જોકે બન્નેએ અફેરની પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે, ઇશાન અને અનન્યાની લવસ્ટોરી લાંબો સમય ચાલી હતી. બન્ને સાથે વેકેશન પર પણ જતા હતા. અનન્યા ઈશાનના પરિવારના ફંકશનોમાં પણ જોવા મળતી હતી. જોકે, અનન્યાની જિંદગીમાં આદિત્યની એન્ટ્રી થયા બાદ તેણે ઈશાન સાથે બ્રેકઅપ કરી લીધું હતું.