બિગ બોસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદે સનસનીખેજ નિવેદન કરતા કહ્યું છે કે તે કોઈ મુસ્લિમ સાથે લગ્ન નહીં જ કરે. ઉર્ફીનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરતા મોટા ભાગના લોકો મુસ્લિમ છે. હાલ હિંદુ ધર્મ વિશે જાણવા માટે હું ભગવદ્ ગીતા વાંચી રહી છું. આ વાત તેણે એક ઇન્ટરવ્યૂમાં કહી છે. તેના આ સ્ટેટમેન્ટને કારણે તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. ઉર્ફીએ કહ્યું હતું, મુસ્લિમ પુરુષો હંમેશાં મહિલાઓને પોતાના કંટ્રોલમાં રાખવા ઇચ્છે છે. મને ટ્રોલ કરતા લોકોમાં મોટા ભાગના લોકો મુસ્લિમ જ છે. તે લોકો નફરતથી છલોછલ કમેન્ટ કરે છે. આજ કારણે મને ઇસ્લામમાં વિશ્વાસ નથી અને હું કોઈ ધર્મ ફોલો કરતી નથી. ઉર્ફીએ જણાવ્યું કે, દરેકને કોઈ પણ ધર્મ પાલન કરવાની આઝાદી હોવી જોઈએ. મારા પિતાના વિચાર સીમિત હતા. હું ૧૭ વર્ષની હતી ત્યારે પિતા મને અને પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા.


