ઉર્વશી રાઉતેલા - ઋષભ પંતની લવ-ગેમ

Friday 20th December 2019 07:16 EST
 

માયાવી નગરી મુંબઇમાં તાજેતરમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી૨૦ રમાઇ તેની પૂર્વસંધ્યાએ ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ બન્ને જણા જૂહુની એક હોટેલમાં રાતના ૧૧ વાગ્યે દેખાયા હતા. ક્રિકેટચાહકો એ વાતે પરેશાન છે કે, ફાઇનલ મેચની આગલી રાત્રે કોઇ ખેલાડી કઇ રીતે મોડી રાત્રે બહાર ફરી શકે? ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ઉર્વશી અને ક્રિકેટર હાર્દિક પંડયાની દોસ્તી ચર્ચામાં હતી. હાર્દિકે ઉર્વશીને એક ગલૂડિયું પણ ભેટમાં આપ્યું હતું. કહેવાય છે કે, ઉર્વીશીની ફિલ્મ ‘પાગલપંતી’ રીલિઝ થયા બાદ તેના ઉત્તમ રોલ માટે હાર્દિકે તેને આ પપી ગિફ્ટ આપ્યું હતું. જોકે બાદમાં એવ ખબર આવ્યા હતા કે હાર્દિક હવે નતાશા સેટનકોવિક સાથે રિલેશનશિપમાં છે અને બન્ને એકબીજા પ્રત્યે ગંભીર છે. હવે ઉર્વશી ઋષભ પંત સાથે રાતના ૧૧ વાગ્યે ડિનર ડેટ પર જોવા મળી છે તેનાથી લોકોને આશ્ચર્ય થયું છે.  




to the free, weekly Gujarat Samachar email newsletter