ઉર્વશી રૌતેલાનો રૂ. ૪૦ કરોડનો ડિઝાઇનર ગાઉન

Wednesday 09th February 2022 06:55 EST
 
 

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા આખી દુનિયામાં પોતાની સુંદરતાના કામણ પાથરી ચૂકી છે. તેની સુંદરતાથી દરેક લોકો વાકેફ છે. હાલમાં જ ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાજરી આપી હતી. તેની સાથે જ તે આરબ ફેશન વીકમાં બે વખત હાજરી આપનારી પ્રથમ ભારતીય યુવતી બની છે. જોકે ઉર્વશીની બીજી વખતની હાજરી કરતાં તેના ગાઉનની વધુ ચર્ચા થઈ રહી છે. ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાઈ થાઈ સ્લિટ ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. હીરા અને ઝવેરાતથી તૈયાર કરાયેલા આ ગાઉનમાં ઉર્વશી કોઈ મહારાણીથી ઓછી નહોતી દેખાઈ રહી. માથાથી પગ સુધી જ્વેલરીથી બનેલા ગાઉનમાં ઉર્વશીનું રૂપ જોવા જેવું લાગી રહ્યું હતું. તેનો લુક તો હતો જ શાનદાર પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે ઉર્વશીના આ ગાઉનની કિંમત ૪૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ઉર્વશીએ રૂ. ૪૦ કરોડની કિંમતનું ક્લિયોપેટ્રા રિયલ ગોલ્ડ અને ડાયમંડ આઉટફિટ પહેર્યું હતું.
ઉર્વશીના હેડ ગિયર અને ગાઉનને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ફેર્ને વન અમાન્તોએ ડિઝાઈન કર્યું હતું. અમાન્તોએ બિયોન્સે અને જેનિફર લોપેઝ જેવા ઈન્ટરનેશનલ સ્ટાર્સના વસ્ત્રો પણ ડિઝઈન કર્યા છે. અભિનેત્રીએ પોતાના ફોટોશૂટના વીડિયો પણ શેર કર્યા છે અને લખ્યું હતું કે ‘આજે મારું હૃદય મારા દેશ પ્રત્યે કૃતજ્ઞતા અને લાગણીઓથી ભરાઈ ગયું છે.’ આ સાથે જ ઉર્વશીએ ફેશન વીકમાં બે વાર શો સ્ટોપરનું સ્થાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter