ઋચા ચઢ્ઢાને હોલીવૂડ ફિલ્મની ઓફર મળી

Friday 15th April 2022 12:25 EDT
 
 

બોલીવૂડની એક પછી એક અભિનેત્રીઓ હોલીવૂડની ફિલ્મોમાં ચમકી રહી છે. હવે આ યાદીમાં ઋચા ચઢ્ઢાનું નામ પણ સામેલ થઇ રહ્યું છે. અભિનેત્રીને હોલીવૂડની એક ફિલ્મની ઓફર આવી છે. રિપોર્ટ અનુસાર, એક ઇન્ટરનેશનલ ફિલ્મ માટે ઋચા ચઢ્ઢાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાં તે ભારતીય મૂળની મહિલાની ભૂમિકામાં જોવા મળશે. કહેવાય છે કે, ઋચાએ આ પાત્ર માટે સંમતિ આપી દીધી છે અને પાત્રને અનુરૂપ વિશેષ તાલીમ પણ શરૂ કરી દીધી છે. હાલ તે ઘોડેસવારીની તાલીમ લઇ રહી છે. ઋચા અલી ફઝલને ડેટ કરી રહી છે. આ પહેલા અલી ફઝલ પણ હોલીવૂડની એક બિગ બજેટ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને તેના અભિનયના વખાણ પણ થયા હતા. કહેવાય છે કે, આ પછી ઋચાને પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોની ઓફરો મળવા લાગી છે.  ઋચા અને અલીની જોડી કોમેડી ફિલ્મ ‘ફુકરે-થ્રી’માં જોવા મળશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter