ફિલ્મ સ્ટાર ઋતિક રોશન હાલમાં જ મુંબઈ સ્થિત એક હોસ્પિટલમાં એન્ડોસ્કોપી સેન્ટરની બહાર પોતાના બંને દીકરાઓ રેહાન તથા રિધાન સાથે આવ્યો હતો. ઋતિક બંને દીકરાઓ સાથે હોસ્પિટલની સીડીઓ ચઢ્યો હતો અને હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરતાં ગુસ્સે થઈ ગયો હતો. જોકે, ઋતિક ગુસ્સે થતાં ચાહકો તેના સપોર્ટમાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, જવાબ વ્યસ્થિત ન મળતાં તેને ગુસ્સો આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે તેમાં જોવા મળે છે કે, ઋતિક રોશન બંને બાળકો સાથે હોસ્પિટલમાં દેખાય છે. ઋતિકે હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને કોઈ સવાલ કર્યો હતો. જોકે, સિક્યોરિટી ગાર્ડે તેનો વ્યવસ્થિત જવાબ આપ્યો હોય તેમ લાગતું નહોતું. આ વાત પર ઋતિક થોડો રોષે ભરાયો હતો. તેણે ગુસ્સામાં આવીને જોરથી કહ્યું હતું, અરે તો સર બતાઓ ના યહાં પર હૈં કિ વહાં પર.
આ વીડિયો અંગે ઋતિકના ચાહકોએ એક્ટરને સપોર્ટ કરતાં ઘણી કમેન્ટ્સ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે, વાહ, ગુસ્સામાં હોવા છતાંય સર બોલે છે, રિસ્પેક્ટ. તો અન્ય એકે કહ્યું હતું કે, સેલેબ્સ પણ સામાન્ય વ્યક્તિ જ છે. કોઈને પણ ગુસ્સો આવી શકે છે. કેટલાકે એવી કમેન્ટ કરી હતી, તે પણ માણસ છે. માણસ હોવાને કારણે કોઈને પણ ગુસ્સો આવી શકે. ગમે તે કારણ હોય, તે માત્ર તેને જ ખબર છે. અન્ય એકે એવું કહ્યું હતું, ગ્રીક ગોડને શા માટે ટ્રોલ કરવામાં આવે છે?
ઋતિક રોશનના આગામી કામ માટે વાત કરીએ તો ઋતિક પહેલી જ વાર દીપિકા પદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’માં કામ કરશે. આ ઉપરાંત મધુ મન્ટેનાની ‘રામાયણ’માં પણ તે દેખાશે. ચર્ચા છે કે ઋતિક હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ક્રિશ - ૪’માં પણ જોવા મળશે.