ફ્રાન્સના આંગણે યોજાયેલા 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલા બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની હોલિવૂડના ખેરખાં કલાકાર અને પીઢ અભિનેતા રોબર્ટ ડી નીરો સાથે મુલાકાત થઇ હતી. અનુપમ ખેર અને રોબર્ટ ડી નીરોએ ‘સિલ્વર લાઇનિંગ પ્લેબુક’ નામક ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું. તેઓ લાંબા સમય બાદ એકબીજાને મળ્યા હતા. બંને દિગ્ગજ કલાકારો આમનેસામને આવતાં જ એકબીજાને ભેટી પડ્યા હતા. અનુપમ ખેર અહીં પોતાની આગામી ‘તન્વી ધ ગ્રેટ’ના વર્લ્ડ પ્રીમિયર માટે કાન પહોંચ્યા છે.