એક સમયે હું મારા શરીરને નફરત કરવા લાગી હતી

Sunday 27th September 2020 05:35 EDT
 
 

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં વિદ્યા બાલનનો સમાવેશ થાય છે. એણે પોતાની કેરિયરમાં એટલી સારી ફિલ્મો આપી છે કે એ બદલ એને હંમેશા યાદ કરાશે. વિદ્યા માટે કહેવાય છે કે એ એકલી જ કોઈ પણ ફિલ્મને હિટ કરવા સક્ષમ છે. જોકે એક સમયે વિદ્યાને અનેક રિજેક્શનનો જ નહીં, પણ બોડીશેમિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. હિન્દી ફિલ્મોમાં હંમેશા સ્લીમ એક્ટ્રેસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. એક સમય એવો પણ હતો કે અભિનેત્રીઓ વચ્ચે ઝીરો ફિગરનો બહુ ક્રેઝ જોવા મળતો હતો. આ સમયે વિદ્યા બાલનના વધેલા વજન પર ફિલ્મમેકર્સ કમેન્ટ કરતા હતા એટલે તે પણ પોતાનું વજન ઘટાડવા લાગી હતી. વિદ્યા કહે છે કે એક વખત તો હું એવું માનવા લાગી હતી કે મારી અસફળતાનું કારણ મારું શરીર છે. હું મારા શરીરને નફરત કરવા લાગી હતી. જોકે ‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કર્યું અને ફિલ્મને જોરદાર સફળતા મળી ત્યારે મને સમજાયું કે સફળતાનો સંબંધ જાડા - પાતળા સાથે નહીં, પણ ટેલેન્ટ સાથે છે. આ પછી મેં મારા વજન પર નહીં, પણ એક્ટિંગ પર ફોકસ કરવાનું શરૂ કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter