એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રીને ગિફ્ટમાં ભગવદ્ ગીતા આપી

Friday 17th December 2021 05:18 EST
 
 

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂની સૌજન્ય મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ઉર્વશીએ નેતાન્યાહૂને ખૂબ જ યાદગાર ગિફ્ટ આપી છે. ઉર્વશીએ ગિફ્ટમાં ઇઝરાયલી નેતાને હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપ્યું હતું. ઉર્વશીએ નેતાન્યાહૂ સાથેની મુલાકાતની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. ઉર્વશીએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતુંઃ ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રીએ મને અને મારા પરિવારના આમંત્રિત કરવા માટે ધન્યવાદ. હેશટેગ રોયલ વેલકમ... ઉર્વશીએ પોસ્ટમાં આગળ લખ્યું હતુંઃ માય ભગવદ્ ગીતા. જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યા પર દિલથી ગિફ્ટ આપવામાં આવે અને સામે કોઈ વસ્તુની અપેક્ષા ન હોય તો એ ગિફ્ટ હંમેશાં પ્રેમાળ જ હોય છે. આ મુલાકાત દરમિયાન બન્નેએ એકબીજાએ પોતાના દેશની રાષ્ટ્રભાષા શીખવી હતી. ઉર્વશી ઇઝરાયલમાં યોજાયેલી ઇન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મિસ યુનિવર્સ ૨૦૨૧માં જ્યૂરી મેમ્બર તરીકે હાજરી આપવા તેલ અવીવ ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter