એચબીઓની સિરીઝમાં કામ કરશે એકટ્રેસ પ્રિયંકા ચોપરા

Wednesday 30th September 2020 08:03 EDT
 
 

પ્રિંયકા ચોપરાએ એચબીઓ મેક્સ સિરિઝ પર સ્ટોરીઝ સંભળાવશે. તેવા સમાચાર છે. આ પ્રોજેક્ટનું નામ અ વર્લ્ડ ઓફ કાલ્મ છે જે એક મેડિટેશન એપ પર આધારિત સિરિઝ છે. ૧લી ઓક્ટોબરથી આ સિરીઝ પ્રસારિત થશે તેવા અહેવાલ છે. પ્રિયંકા સિવાય તેમાં કેટ વિન્સલેટ, કિઆનુ રિવ્ઝ, જોય ક્રેવિટ્ઝ, નિકોલ કિડમેન, લૂસી લ્યૂ. સિલિયન મર્ફી જેવી મોટી હસ્તિઓ પણ નેરેટ કરશે. કહેવાઇ રહ્યું છે કે, આ શોમાં પીસ ઓફ માઇન્ડ આપતા સંગીત, વિઝ્યુઅલ અને વાર્તાઓનાં માધ્યમથી દર્શકોને રિલેક્સેશન આપવાનો પ્રયાસ કરશે.
આ સિવાય પ્રિયંકા એમેઝોન પ્રાઇન વીડિયો સાથે મળીને હોરર થ્રિલર ઇવિલ આઇનું પણ નિર્માણ કરવાની છે. તેમાં બ્લૂમહાઉસ પ્રોડક્શન પણ તેની સાથે હશે.
આટલું જ નહીં એમેઝોન સ્ટુડિયો સાથે ૨ વર્ષ માટે પ્રિયંકાની મલ્ટીમિલિનય ડીલ થઇ ગઇ છે. સાથે જ નેટફ્લિક્સ માટે વી કેન બી હીરોઝ અને ધ વ્હાઇટ ટાઇગર પણ પાઇપલાઇનમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter