ઐશ્વર્યા જાહેરાતના વિવાદમાં સપડાઈ

Friday 24th April 2015 06:53 EDT
 

અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે. ૪૧ વર્ષીય ઐશ્વર્યાએ જ્વેલરીની એક જાહેરાતને લીધે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેરાત દ્વારા વંશીય અને બાળમજૂરીને પ્રોત્સાહન આપવાનો આરોપ તેના પર થયો છે. જાહેરાતનો વિરોધ કરનારમાં મહિલા આગેવાનો ફરાહ નકવી, એનાક્ષી ગાંગુલી, હર્ષ મંદેર અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષા શાંતા સિંહાનો સમાવેશ થાય છે. જ્વેલરીની જાહેરાતમાં એક અશ્વેત છોકરો ઐશ્વર્યાની પાછળ છત્રી લઈને ઊભો છે. અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter