ઓટીટી એવોર્ડમાં ‘સ્કેમ ૧૯૯૨’નો દબદબો

Sunday 19th December 2021 05:25 EST
 
 

કોરોના મહામારીના કારણે લોકોએ એક પછી એક ઘણી મુશ્કેલીઓના સામનો કર્યો છે. કોરોના રોકવા જાહેરજીવનમાં ઘણા પ્રતિબંધો લાગુ થયા અને તેની વિપરિત અસર મનોરંજન જગત પર પણ પડી હતી. જોકે આ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મમાં તેજી જોવા મળી છે. જેમાં નવી ઘણી પટકથા લોકોને ખૂબ પસંદ આવી છે. હવે ફિલ્મફેર દ્વારા ૨૦૨૧ના ઓટીટી એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે, જેમાં તમામ ફિલ્મોમાં પ્રતીક ગાંધીને ચમકાવતી ‘સ્કેમ ૧૯૯૨’ વેબસિરીઝ સૌથી વધારે એવોર્ડ મેળવીને છવાઇ ગઇ છે. આ વેબસિરીઝને કુલ ૧૧ એવોર્ડ મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter