ઓસ્કરની રેસમાં રાજામૌલિની RRR

Sunday 16th October 2022 11:14 EDT
 
 

ઓસ્કર એવોર્ડ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ‘છેલ્લો શો’ની પસંદગી સાથે જ RRRના પ્રોડ્યુસર-ડિરેક્ટર રાજામૌલીના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. જોકે RRR ઓસ્કર એવોર્ડ માટે હકદાર હોવાનું દૃઢપણે માનતા રાજામૌલિ અને ટીમે હવે ફિલ્મનું જનરલ કેટેગરીમાં સબમિશન કર્યું છે. એવોર્ડની 14 અલગ-અલગ કેટેગરીમાં રાજામૌલિએ દાવો કર્યો છે. રાજામૌલિ અને ટીમે રૂ. 550 કરોડના ખર્ચે RRR બનાવી છે. અને બોક્સ ઓફિસ પર રૂ. 1200 કરોડનું કલેક્શન મેળવ્યું છે. ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન, એક્ટિંગ સહિત દરેક પાસાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. તેનાથી પ્રેરાઈને રાજામૌલિ અને ટીમે જનરલ કેટેગરી કેને જેને ‘ફોર યોર કન્સિડરેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે તે અંતર્ગત કેમ્પેઈન ચલાવ્યું છે. રાજામૌલિને બેસ્ટ ડાયરેક્ટર, જુનિયર એનટીઆર અને રામચરણને બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે અજય દેવગણ અને આલિયા ભટ્ટના નામ રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મના પોપ્યુલર સોન્ગ ‘નાટુ નાટુ...’ના ફૂટ સ્ટેપ્સને સોન્ગ કેટેગરી માટે નોમિનેટ કરવાની રજૂઆત કરી છે. આ ઉપરાંત બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે, બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ એડિટિંગ, મેકઅપ જેવી વિવિધ કેટગરીમાં ફિલ્મને એવોર્ડ માટે રજૂ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter