ભારતીય ફિલ્મ ‘છેલ્લો શો’, ચર્ચિત ફીચર ડોક્યુમેન્ટ્રી ‘ઓલ ધેટ બ્રીથ’, ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ અને બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR'ના ગીત ‘નાટુ નાટુ’ને 95મા ઓસ્કર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયાં છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટ ફિલ્મ ‘ધ ડોક્યુમેન્ટ્રી'ની જાહેરાત કરી છે. ‘છેલ્લો શો’નો મુકાબલો 14 અન્ય ફિલ્મ સાથે થશે, જેમાં ‘આર્જેન્ટિના 1986’ (આર્જેન્ટિના), ‘ડિસીઝન ટુ લીવ’ (સાઉથ કોરિયા), ‘ઓલ ક્વાઇટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ (જર્મની), ‘ક્લોઝ’ (બેલ્જિયમ) અને ‘ધ બ્લૂ કાફ્તાન’ (મોરક્કો) સામેલ છે. નાટુ-નાટુ સર્વશ્રેષ્ઠ સંગીત (ઓરિજિનલ સોંગ) શ્રેણીમાં શોર્ટલિસ્ટ થયું છે. તેનો મુકાબલો 14 ગીત સાથે થશે.