કંગનાએ કર્યું ટ્રીપલ સેલિબ્રેશન

Wednesday 31st March 2021 05:31 EDT
 
 

કંગના રનૌતના મતે આ વર્ષે ૨૩ માર્ચનો દિવસ તેના માટે ટ્રીપલ સેલિબ્રેશન લઇને આવ્યો હતો. કારણ? ૨૨ માર્ચે તેને નેશનલ એવોર્ડ મળ્યો. ૨૩ માર્ચના રોજ બર્થ ડે હતો અને આ જ દિવસે તેની બહુચર્ચિત ફિલ્મ ‘થલાઇવી’નું ટ્રેલર લોન્ચ થયું. આ ટ્રીપલ ખુશીના સમયે ભાઈ અક્ષતે સ્પેશિયલ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. કંગનાએ આ સમયની તસવીર અને વીડિયો શેર કર્યા છે. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીના નજીકના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. કંગનાના આ વીડિયોની તુલના કેટલાક લોકોએ કરણ જોહરની પાર્ટી સાથે કરી હતી અને કહ્યું કે એક એ પાર્ટી હતી અને એક આ પાર્ટી છે. કંગના તેની લાઇફ સાથે જોડાયેલી બેસ્ટ મોમેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના જન્મદિવસે પણ ભવ્ય પાર્ટી હતી. આ પાર્ટીમાં અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી સહિતના જાણીતા ચહેરા હાજર હતા. કંગનાએ જે વીડિયો શેર કર્યા છે તે જોઈને ફેન્સે કહ્યું કે કરણ જોહરની એ પાર્ટીની યાદ આવી ગઇ... વાચકમિત્રો, આપ સહુને યાદ હશે જ કે કરણ જોહરની એક પાર્ટી ખૂબ ચર્ચામાં રહી હતી. કરણ જોહરની તે ચર્ચાસ્પદ પાર્ટીમાં મલાઇકા-અર્જુન, દીપિકા, જોયા અખ્તર વગેરે ઉપસ્થિત હતા. આ વીડિયોમાં એક્ટર પર ડ્રગ લેવાનો આરોપ મૂકાયો હતો. આ સમયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ તપાસ પણ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter