સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં મેન્ટલ હેલ્થના ઈશ્યૂ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી. અને દીપિકા પાદુકોણે પણ સુશાંતના નિધન બાદ મેન્ટલ હેલ્થ વિશે એક ટ્વીટ કર્યું હતું. જોકે, કંગના રનૌતે દીપિકાને ફરી એક વખત ટાર્ગેટ કરી છે. કંગનાની ડિજિટલ ટીમે એક ટ્વીટ શેર કરીને દીપિકા પર સુશાંતનો બહિષ્કાર કરવાનો આરોપ મૂક્યો હતો. આ ટ્વીટની સાથે જ તેમણે એક આર્ટિકલ પણ શેર કર્યો છે. જેમાં દીપિકા એક વ્યક્તિની સાથે જોવા મળે છે. કંગનાની ડિજિટલ ટીમે આ ટ્વીટની સાથે લખ્યું છે કે આ એક ફોટોગ્રાફ અને આર્ટિકલ દીપિકા અને રણવીર સિંહના મેરેજનો છે. તેમણે પોતાના મેરેજમાં પાકિસ્તાની એજન્ટને બોલાવ્યો હતો અને જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માં વિરોધ પ્રદર્શનનું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ તેમણે આ મેરેજમાં બે ટોપ સ્ટાર્સનો બહિષ્કાર કર્યો હતો કે
જેમાંથી એકનું મર્ડર થઈ ગયું છે અને બીજી પોતાની જિંદગી માટે સંઘર્ષ કરી રહી છે.