કપિલ-સુનિલઃ છ વર્ષના અબોલાનો અંત

Saturday 09th December 2023 05:40 EST
 
 

કોમેડી શોની દુનિયાના બે ટોચના કલાકારો કપિલ શર્મા તથા સુનિલ ગ્રોવર આશરે છ વર્ષ જૂના અણબનાવ અને અબોલા બાદ ફરી એક થયા છે. બન્નેએ જૂના મતભેદો ભૂલીને સાથે કામ કરવાની જાહેરાત કરી છે. કપિલ આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર તેનો કોમેડી શો લાવી રહ્યો છે. તેમાં તેની સાથે સુનિલ ગ્રોવર પણ હશે. બંનેએ આ શોને લગતો એક વીડિયો જારી કર્યો છે. તેમાં બંનેએ તેમની વચ્ચે 2018માં ઓસ્ટ્રેલિયામાં થયેલી લડાઈ વિશે મજાકમસ્તી પણ જોવા મળે છે. બન્ને વચ્ચે પેચઅપ થયાનું કન્ફર્મ થતાં બંનેના ચાહકો ખુશ થયા છે.
કપિલ શર્માના ટીવી પરના કોમેડી શોમાં સુનિલ ગ્રોવરનો બહુ મહત્ત્વનો રોલ હતો. પરંતુ, અણબનાવ બાદ સુનિલે પોતાનો જુદો શો શરૂ કર્યો હતો. જોકે, તેને ધારી સફળતા મળી ન હતી. બીજી તરફ કપિલના શોમાં પણ ચાહકોને સુનિલ ગ્રોવરની ખોટ ઊડીને આંખે વળગતી હતી.
ઓટીટી શોમાં કપિલની સાથે જૂની ટીમમાંથી અર્ચના પુરણસિંઘ, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. જોકે એક અહેવાલ મુજબ,
આ શોમાં સુમોના ચક્રવર્તી નહીં હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter