અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા 30 દિવસની છૂટ આપ્યાના સમાચારોના પગલે સાઉથના સુપર સ્ટાર અને નેતા કમલ હાસને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઓપન લેટર લખીને તેમના બીજા દેશોના હિતમાં ચંચુપાત ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ ઈરાન સામે ભીષણ જંગ છેડ્યો તેવા સંજોગોમાં અભિનેતા કમલ હસને પ્રેસિડેન્ટ ટ્રમ્પને લખેલા ખુલ્લા પત્રમાં ચેતવણી આપતાં કમલ હાસને કહ્યું છે કે, ‘ભારત એક સ્વતંત્ર દેશ છે. હવે તે કોઈનો આદેશ નથી માનતું.’ અમેરિકાએ ભારતીય રિફાઈનરીઝને રશિયન તેલની ખરીદી માટે 30 દિવસની હંગામી છુટછાટ આપ્યાની જાહેરાત કર્યા બાદ અભિનેતાએ આ ખુલ્લો પણ લખ્યો છે. કમલ હાસને પોતાના એકસ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, ‘પ્રિય રાષ્ટ્રપતિજી, અમે ભારતના લોકો એક આઝાદ અને સાર્વભોમ દેશના નાગરિકો છીએ. હવે અમે કોઈક બીજા દેશ પાસેથી આદેશ નથી મેળવતા. પોતાના તમામ કૌશલ્ય સાથે પોતાના કામ સાથે નિસ્બત રાખો. અમે તમારા દેશ અને તેના લોકો માટે શાંતિ અને ખુશાલીની પ્રાર્થના કરીએ છીએ.’


