કરિના કપૂરને ગર્ભાવસ્થાનો આઠમો મહિનો ચાલે છે. ગર્ભવતી કરિનાએ પોતાનું કામ કરવાનું પણ ચાલુ રાખ્યું છે અને સ્વાસ્થ્ય પર પણ ખાસ ધ્યાન રાખી રહી છે. કરિના સ્વસ્થ રહેવા માટે યોગ કરી રહી છે જેની તસવીરો પણ કરિનાએ સોશિયલ મીડિયામાં તાજેતરમાં શેર કરી હતી.
કરિના કપૂરે યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીને કહ્યું હતું કે, થોડા યોગ...થોડી શાંતિ.
કરિના હાલમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મોના સિંહ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. આ ઉપરાંત કરિના કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ દેખાશે. ફિલ્મમાં રણબીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, જ્હાનવી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકર પણ સામેલ છે. ગર્ભવતી કરિનાએ પોતાના બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂરા કર્યાં છે.
કરિના કપૂર અને સૈફઅલી ખાને ઓગસ્ટ ૨૦૨૦માં જાહેર કર્યું હતું કે, કરિના ફરી ગર્ભવતી છે. કરિનાએ ૨૦૧૬માં તૈમૂરને જન્મ આપ્યો હતો.
નવા ઘરમાં પ્રવેશ કરશે
કરિના બીજા બાળકના જન્મ પહેલાં પોતાના નવા ઘરને ડિઝાઈન કરાવી રહી છે. કરિના-સૈફ આ નવા ઘરમાં જ બીજા બાળકનું સ્વાગત કરશે.