બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર તથા તેની માતા બબીતા કપૂરે મુંબઈમાં ખારમાં આવેલો પોતાનો ફ્લેટ રૂ. ૧૦.૧ કરોડમાં વેચવાનું નક્કી કર્યું છે. હાલમાં જ કરિશ્મા કપૂરે સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી. કરિશ્મા કપૂરે ૨૪ ડિસેમ્બરના રોજ ફ્લેટ વેચાણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કરિશ્માનો ફ્લેટ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી રોઝ ક્વિન બિલ્ડિંગમાં દસમા માળે હતો. ફ્લેટ સાથે બે કાર પાર્કિંગ પણ છે. આ ફ્લેટ આભા દામાણીએ ખરીદ્યો છે. વર્ષ ૨૦૧૮માં કરિશ્મા કપૂરે બાન્દ્રા સ્થિત પોતાનો ૬૭૫ સ્કેવર ફૂટનો ફ્લેટ રૂ. સાત કરોડમાં વેચ્યો હતો. તે ફ્લેટની બજાર કિંમત ૧.૮૯ કરોડ હતી અને કરિશ્માએ માર્કેટ પ્રાઈઝની ૩ ગણી વધારે કિંમતે પોતાનો ફ્લેટ વેચ્યો હતો. ઉલ્લેખનીય છે કે કરિશ્મા કપૂરે ૨૦૧૨માં ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ કરિશ્માએ ‘બોમ્બો ટોકિઝ’ તથા ‘ઝીરો’માં કેમિયો કર્યો હતો.