કરીના કપૂરનું સહપરિવાર ગ્રીસ વેકેશન

Wednesday 15th July 2026 10:49 EDT
 
 

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર રજાઓ ગાળવા સહપરિવાર સાત સમુંદર પાર ગ્રીસ પહોંચી છે. ફેમિલી વેકેશનની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. કરીના કપૂરે વ્હાઈટ બિકિનીમાં પોતાની તસવીર શેર કરી છે. વ્હાઈટ બિકિની ધારણ કરીને તે સમુદ્રમાં તરતી જોવા મળે છે. તેનો પરિવાર પણ નજીક જ જોવા મળે છે. એક ખાનગી યોટ પરથી કરીનાની તસવીર ખેંચવામાં આવી છે.
તસવીરો શેર કરતાં કરીનાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘માત્ર હું અને એજિયન સી....’ કરીના આ પહેલાં પોતાના પતિ અને અભિનતા સૈફ અલી ખાનની તસવીરો પણ શેર કરી ચૂકી છે. સૈફ અલી ખાનનો હોટ લુક પણ સામે આવ્યો છે. કરીનાની તસવીરો પણ જાણે કોઇ ફિલ્મની હોય તેવી લાગે છે.
રેડ શોર્ટમાં શર્ટલેસ સૈફ સમુદ્રમાંથી બહાર આવી રહ્યા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. સૈફનો લુક બતાવતા કરીના કપૂરે લખ્યું હતું કે, ‘ગરમી સારી પડી રહી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter