કરીનાના પેન્ડેન્ટથી વિવાદની આતશબાજી

Saturday 21st November 2026 05:56 EST
 
 

અભિનેત્રી કરીના કપૂરના એક પેન્ડેન્ટના મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. નવાબ પટૌડી પરિવારની માલિકીના આ પેન્ડેન્ટ પર કુરાનની આયાત લખાયેલી છે. કરીનાએ આ પેન્ડેન્ટ પહેરેલાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકતાં જ વાયરલ થયા હતાં. આ પછી મુસ્લિમ સમુદાયે આ ફોટોગ્રાફ સામે વાંધો ઉઠાવતાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હફીઝે તો અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી દીધી છે. બીજી તરફ, એક હિંદુ સંગઠને કરીના કપૂરને સપોર્ટ કરતાં કહ્યું છે કે કરીનાએ માફી માંગવાની કોઇ જરૂર નથી. અબ્બાસ હફીઝે કરીના કપૂરને નોટીસ ફટકારીને સોશિયલ મીડિયા પરથી તસવીરો દૂર કરવા અને જાહેર માફી માંગવા કહ્યું છે. તેમનું કહેવું છે કે કરીના આ પેન્ડન્ટ ધારણ કરે તેની સામે તેમને વાંધો નથી, પરંતુ જે રીતે ધાર્મિક આયાત સોશિયલ મીડિયા પર જોવા મળી તેની સામે વાંધો છે. અબ્બાસે કહ્યું છે કે, કુરાનની આયાતો લખેલા પેન્ડેન્ટનો આવો દેખાડો ભોપાલની બેગમોએ કદી નથી કર્યો. બેગમો હંમેશા આસ્થા માટે તેનો ઉપયોગ કરતી હતી. ફેશન સ્ટેટમેન્ટ માટે આ રીતે પેન્ડેન્ટ ધારણ કરવું યોગ્ય નથી. મુસ્લિમ સમુદાયના લોકોની ભાવનાને તે બાબત ઠેસ પહોંચાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter