કાશી તો કલ્પનાથી પણ સુંદર અને શાંતઃ જેક્લિન

Sunday 15th February 2026 08:18 EST
 
 

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. તેમજ તેણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર પોતાના કાશી પ્રવાસની ઝલક શેર કરતાં જેક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા મળી હતી. બ્લશ-પિંક રંગના સલવાર-સૂટ સાથે હળવા મેકઅપમાં જેક્લિન ફોટોમાં પાઉટ કરતી જોવા મળે છે. આ તસવીર સાથે તેણે ‘વારાણસી’ લખ્યું હતું અને તેની સાથે સફેદ દિલનું ઇમોજી મૂક્યું હતું. તેનાં કપાળ પર ચંદનનું તિલક પણ દેખાય છે, જે મંદિર મુલાકાત તરફ ઈશારો કરે છે. જેક્લિને કયા મંદિરે પ્રાર્થના કરી તે સ્પષ્ટ નથી, પરંતુ વારાણસી પ્રવાસીઓ માટે જાણીતું સ્થળ છે, જ્યાં લોકો પ્રખ્યાત ગંગા આરતીમાં હાજરી આપે છે અને ભગવાન શિવના આશીર્વાદ લે છે. આ ધાર્મિક પ્રવાસ દરમિયાન જેક્લિને પોતાની ઉત્તર પ્રદેશની ચાટ ખાવાની ઇચ્છા પણ પુરી કરી હતી. પોસ્ટમાં બીજી તસવીરમાં જેક્લિન હાથમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ ‘આલૂ ટિક્કી’ની ડિશ સાથે જોવા મળે છે.

જેક્લિન આગામી દિવસોમાં લોકપ્રિય ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. અહેમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, આફતાબ શિવદાસાની, જેકી શ્રોફ, દલેર મહેંદી, મિકા સિંહ, રવીના ટંડન, લારા દત્તા અને દિશા પટ્ટાણી સહિત અનેક કલાકારોની મોટી કાસ્ટ છે. આ ફિલ્મ આગામી જૂનમાં થિયેટરમાં આવવાની શક્યતા છે. જેક્લિને તેણે મીડિયા સાથે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું, ‘કાશી મારી કલ્પનાથી પણ શાંત અને સુંદર છે. અહીંની આદ્યાત્મિક ઉર્જા તમને શાંતિથી ફરી દે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter