કિમે સ્વીકાર્યો લિએન્ડર સાથેનો સંબંધ

Saturday 18th September 2021 07:56 EDT
 
 

બોલિવૂડ અભિનેત્રી કિમ શર્મા અને ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસના ડેટિંગના સમાચારો લાંબા સમયથી મીડિયામાં હતા. ગત જુલાઈમાં બન્ને ગોવામાં વેકેશન માણી રહ્યાં હતા તેવી તસવીરો વાયરલ થયા બાદ તેમના સંબંધોની ચર્ચાએ વધુ જોર પકડ્યુ હતું. જોકે આ વિશે બન્નેએ મગનું નામ મરી પાડ્યું નહોતું. જોકે, હવે તાજેતરમાં કિમ શર્માએ મૌન તોડ્યું છે અને સોશ્યલ મીડિયા પર લિએન્ડર સાથેની રોમેન્ટિક તસવીર પોસ્ટ કરીને તેમના પ્યારની, સંબંધોની કબૂલાત કરી છે.
કિમ શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર લિએન્ડર સાથેની એક તસવીર શેર કરી છે. જે જોઈને લાગે છે કે, હવે તેઓ આ સંબંધને દુનિયાથી છુપાવવા માગતા નથી. તસવીરમાં બન્નેના ચહેરા પરનું સ્મિત જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેઓ એકબીજા સાથે કેટલા ખુશ અને ગળાડુબ પ્રેમમાં છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે કિમે કોઈ કેપ્શન તો નથી લખ્યું, પરંતુ સાથે જે ઈમોજી પોસ્ટ કર્યા છે તેના પરથી વાત સ્પષ્ટ થઈ જાય છે. કિમે તેની અને લિએન્ડરની તસવીર સાથે કપલ કિસ કરતું હોય તેવું ઈમોજી મૂક્યું છે. જેના પરથી કહી શકાય કે, તેઓ રિલેશનશિપમાં હોવાની કિમે કબુલાત કરી છે. આ તસવીરમાં કિમ શર્મા વ્હાઈટ ડ્રેસમાં અને લિએન્ડર પેસ બ્લૂ કેઝ્યુલમાં જોવા મળે છે. અભિનેત્રીની પોસ્ટથી તેમના ફેન્સ બહુ ખુશ થઈ ગયા છે. એક ફેને કમેન્ટ કરી છે કે, ‘બ્યૂટી એન્ડ ધ ચેમ્પ’. તો અન્ય યુઝરે લખ્યું છે, ‘રબને બના દી જોડી...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter