કિયારા કહે છેઃ સિદ્ધાર્થ ક્યું ખાસ હૈ?

Sunday 15th August 2021 12:08 EDT
 
 

અભિનેત્રી કિયારા અડવાણી હવે ચર્ચિત અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. કિયારાએ ખૂબ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. કબીર સિંઘ, એમ.એસ. ધોની, ગુડ ન્યુઝ જેવી હીટ ફિલ્મોમાં એક્ટિંગ કરનાર કિયારા અડવાણી દર્શકોના દિલ પર રાજ કરે છે. બોલિવૂડમાં ગપસપ ચાલી રહી છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે ઓફિશિયલ નિવેદન તો આપ્યું નથી, પરંતુ અવારનવાર પાપારાઝી ફોટોગ્રાફર દ્વારા આ સ્ટાર્સને સાથે સ્પોટ કરાયા છે તે પણ હકીકત છે. વાત તો કંઇક એવી પણ ચાલે છે કે કિયારા અને સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરી રહ્યા છે, બંને વેકેશન પણ સાથે એન્જોય કરે છે. હવે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કિયારાએ કબૂલ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા તેની જિંદગીમાં ખાસ છે. કિયારાનું કહેવું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા ઈન્ડસ્ટ્રીમાં સૌથી નજીકના મિત્રોમાં એક છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના કામને લઈને ખુબ ફોકસ્ડ છે. સીનને પરફેક્ટ દેખાડવા ખૂબ તૈયારી કરે છે. ખૂબ પુસ્તક વાંચે છે. એક મિત્રની રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડમાં સૌથી ક્લોઝ ફ્રેન્ડ છે. તે ખૂબ જિંદાદિલ વ્યક્તિ છે, તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, તેની આસપાસ હોવાનું હંમેશા મજેદાર હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter