કિયારા ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઇને તાજેતરમાં અટારી-વાઘા બોર્ડર પર પહોંચી હતી. અહીં તેણે આર્મીના જવાનો સાથે બૂટ કેમ્પમાં હાજરી આપવાની સાથે કિયારાએ તિરંગો પણ ફરકાવ્યો હતો.
વાઘા બોર્ડર પર કિયારાએ લીધેલી મુલાકાતના ફોટોગ્રાફ્સ વાઈરલ થઈ રહ્યા છે. કિયારાએ મશીનગનથી નિશાનેબાજી પણ કરી હતી. રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ‘વોર-2’માં કિયારા પણ લીડ રોલમાં છે. રિતિક અને જુનિયર એનટીઆર બંને એક્શનમાં પાવરફૂલ છે. કિયારાએ હાથમાં મશીનગન પકડીને પોતાના એક્શન અંદાજનો પણ પરિચય આપ્યો હતો. સ્વતંત્રતા દિવસ પૂર્વે કિયારાએ સરહદ પર તિરંગો ફરકાવ્યો હતો. તિરંગો ફરકાવતી વખતે કિયારાએ સલવાર ડ્રેસ પહેર્યો હતો, અને મશીનગન હાથમાં પકડી ત્યારે કાર્ગો અને જેકેટ પહેર્યા હતા. આમ, કિયારાએ પોતાના ડ્રેસમાં પણ પ્રસંગ મુજબ ફેરફાર કર્યો હતો. બોર્ડર પર કાર્યક્રમ આટોપીને કિયારા એરપોર્ટ પહોંચી ત્યારે પણ ચાહકો તેની સાથે સેલ્ફી લેવા અધીરા બન્યા હતા. આ સમયે ક્યિારાએ એક મહિલા ચાહક સાથે લીધેલી સેલ્ફી વધારે યાદગાર હતી. મહિલાએ સેલ્ફી લેવા માટે ફોન હાથમાં લીધો હતો, પરંતુ તેમને કેમેરાનો ઓપ્શન મળતો ન હતો. કિયારાએ કેમેરાનો ઓપ્શન બાતવીને મહિલાની મદદ કરી હતી.