કિરણ ખેરને બ્લડ કેન્સર

Friday 09th April 2021 06:41 EDT
 
 

સિનિયર અભિનેત્રી અને ચંડીગઢના ભાજપના સાંસદ કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. છેલ્લા કેટલાંક સમયથી મુંબઈમાં તેમની સારવાર ચાલે છે. ગયા નવેમ્બરમાં તેમને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. તેની સારવાર વેળા મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું, જે ડાબા હાથથી જમણા ખભા સુધી પ્રસર્યું છે. અનુપમ ખેરે પત્ની કિરણના કેન્સર અંગે કહ્યું હતું, ‘તે ફાઇટર છે. દરેક લોકો તેના માટે દુઆ કરો...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter