કેટરિના-વિકી કૌશલે દીકરાનું નામ જાહેર કર્યું

Saturday 17th January 2026 07:54 EST
 
 

સપ્ટેમ્બર 2025માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલા સંતાનનું આગમન થવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ ફોટો પણ શેર કર્યો હતો. ત્યાર પછી 7 નવેમ્બરે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ આ દંપતીએ હવે જાહેર કર્યું છે. દીકરો બે મહિનાનો થતાં વિકી અને કેટરિનાએ સોશિયલ મીડિયા પોસ્ટથી દીકરાનું નામ જાહેર કરીને તેનો દુનિયાને પરિચય આપ્યો છે. તેમણે બાળકનું નામ વિહાન પાડ્યું છે અને આ નામનો વિકીની ફિલ્મ ઉરી સાથે પણ સંબંધ છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમના પહેલાં દિકરાનું નામ વિહાન કૌશલ પાડ્યું છે. તેમણે પોતાના દીકરાનો પરિચય આપતા સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમારા પ્રકાશનું કિરણ વિહાન કૌશલ. પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે. જીવન સુંદર છે. અમારું જીવન અચાનક બદલાઈ ગયું છે. અમારી પાસે આભાર વ્યક્ત કરવા શબ્દ નથી.’
2019માં આવેલી વિકી કૌશલની ફિલ્મ ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇકમાં તેનું નામ વિહાન હતું - બહાદુર મેજર વિહાન સિંઘ શેરગિલ. આ કેટલું પર્ફેક્ટ છે. આ પોસ્ટમાં વિકી અને કેટરિનાએ તેમના દીકરાનો ચહેરો જાહેર કર્યો નથી. પરંતુ તેમણે તેમના ફેમિલી હાથનો એક ફોટો શેર કર્યો છે, જેમાં કેટરિના અને વિકીના હાથમાં વિહાનનો હાથ દેખાય છે. તેમની આ પોસ્ટ પર રિતિક રોશન, પરિનીતિ ચોપરા સહિત ઘણા સેલેબ્ઝે કમેન્ટ્સ કરી હતી. તેમજ તેમના ફેન્સે પણ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter