કેટરિના-વિકી તેમના સંબંધને ક્યારે નામ આપશે?!

Saturday 19th June 2021 04:01 EDT
 
 

કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની ચર્ચા બહુ લાંબા સમયથી ચાલે છે. બન્નેએ હજી સુધી તેમના સંબંધોને નામ આપ્યું નથી, પરંતુ તેમની પ્રેમકહાની ખાનગી નથી. ૨૦૨૧નો પ્રથમ દિવસ પણ તેમણે સાથે મનાવ્યો હતો. વિકી કૌશલે એક ચેટ શોમાં કબૂલ્યું હતું કે, કેટરિનાને જોતાં જ તેના દિલની ધડકન વધી જાય છે. કેટરિના પહેલા તો વિકી સાથેના સંબંધને કારણે મૂંઝવણમાં હતી, પરંતુ હવે તે વિકી સાથેના સંબંધ પ્રત્યે ગંભીર થઇ ગઇ છે. તે જલદી જ હવે તેની સાથેના પ્રેમને જાહેર કરવા માંગે છે. જોકે વિકીના પિતાને આ સંબંધ માન્ય ન હોવાનું કહેવાય છે. તેઓ નથી ઇચ્છતા કે તેમનો પુત્ર કેટરિના સાથે લગ્ન કરે. એટલું જ નહીં, વિકીના પિતાએ તો તેને કેટરિનાથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. સૂત્રોના અનુસાર કેટરિનાએ વિકીની પ્રોફેશનલ લાઇફને પણ પોતાના તાબામાં કરી લીધી છે. તે પોતાના બોયફ્રેન્ડને લઇને બહુ જ પઝેસિવ છે. તે નથી ઇચ્છતી કે વિક્કી તેની આગામી ફિલ્મોમાં કોઇ પણ અભિનેત્રી સાથે ઇન્ટિમેટ દ્રશ્યો ભજવે. ઉલ્લેખનીય છે કે વિકી આગામી ફિલ્મ ‘ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા.માં સારા અલી ખાન સાથે જોવા મળવાનો છે. અને ફિલ્મમાં બન્ને વચ્ચે ઇન્ટિમેટ દૃશ્યો હોવાનું મનાય છે. વિકીએ કેટરિનાની ઇચ્છાને અનુસર્યો છે કે પછી ડિરેક્ટરની વાત માનીને ફિલ્મમાં આવા દૃશ્યો ભજવ્યા છે એ તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો એ રાહ જોવાઇ રહી છે કે તેઓ ક્યારે તેમના સંબંધને નામ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter