કેટરિનાઃ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી ઇન્ડિયન સેલિબ્રિટી

Sunday 25th December 2022 07:31 EST
 
 

કેટરિના કૈફનું સ્ટારડમ દિવસે-દિવસે વધી રહ્યું છે. કેટરિના વિશે જાણવાની ઉત્સુકતા અકબંધ હોવાના કારણે 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી બોલિવૂડ સેલિબ્રિટીમાં તેનું સ્થાન પહેલું છે. ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી એશિયન સેલિબ્રિટીમાં કેટરિના ચોથા ક્રમે છે. બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં સ્થાન ધરાવતી કેટરિના કૈફે આંત્રપ્રિન્યોર તરીકેની ઓળખ પણ ઊભી કરી છે. કેટરિનાએ પોતાની પર્સનલ કેર બ્રાન્ડ ગિલ્ટ ફ્રી લોન્ચ કરી છે. કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટ્સમાં મેકઅપ રેન્જનો સમાવેશ થાય છે. કેટરિનાની આ બ્રાન્ડને સેલિબ્રિટી બ્યૂટી બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
સ્કિન કેર પ્રોડક્ટ્સમાં કેટરિનાએ સ્કિન ટોન, સ્કિન ટાઈપ, જેન્ડર, એજ સહિતની વિવિધ બાબતોને આવરી લીધી છે. કેટરિનાની આ બ્રાન્ડ 1600 શહેરોમાં પહોંચી રહી છે. 2022ના વર્ષમાં બિઝનેસ વેન્ચર ઉપરાંત કેટરિના અને વિકી કૌશલના મેરેજ પણ ચર્ચામાં રહ્યા હતા. સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથેની તેની હોરર કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’ને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ઉપરાંત વૂમન સેન્ટ્રિક ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાની સાથે કેટરિના છે. કેટરિના પહેલી વાર સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે ‘મેરી ક્રિસમસ’માં સ્ક્રિન શેર કરી રહી છે. કેટરિના પાસે ચર્ચામાં રહેવા માટે એક્ટિંગ, બિઝનેસ અને પર્સનલ લાઈફના અનેક કારણો છે. કેટરિના ઉપરાંત અન્ય કેટલીક સેલિબ્રિટીઝ પણ સર્ચ થઈ હતી. ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા સેલિબ્રિટી લિસ્ટમાં એક માત્ર ક્રિકેટર વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, કાજલ અગ્રવાલ અને વિજય થલપતિએ પણ ગૂગલના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter