કેન્સર સામે લડતમાં હારતાં એક્ટર મોડલ દિવ્યા ચોક્સેનું નિધન

Thursday 16th July 2020 06:04 EDT
 
 

સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસેનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે આ વાતની જાણકારી આપી હોવાના ૧૨મી જુલાઈએ સમાચાર હતા. આ અગાઉના દિવસે દિવ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ લખ્યો હતો.
દિવ્યાના છેલ્લા શબ્દો
દિવ્યાએ તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, જે હું કહેવા ઈચ્છું છું તેના માટે શબ્દો પૂરતા નથી. ભલે ઘણા બધા શબ્દો હોય પણ ઓછા છે. મને ગાયબ થયાને મહિનાઓ થઇ ગયા અને મેસેજ ઘણા બધા છે. આ સમય છે કે હું તમને લોકોને જણાવું. હું મારી મૃત્યુશય્યા પર છું. હા, આ આવું છે. હું સ્ટ્રોંગ છું. તે જીવન માટે જ્યાં સંઘર્ષ નથી. મહેરબાની કરીને કોઈ સવાલ ન કરતા. માત્ર ભગવાન જ જાણે છે કે તમે મારા માટે કેટલા મહત્ત્વના છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter