કોમેડિયન કપિલ શર્માના ઘરે પુત્રનો જન્મ

Monday 01st February 2021 04:10 EST
 
 

કોમેડિયન – એક્ટર કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથના ઘરે સોમવારે સવારે દીકરાનો જન્મ થયો હતો. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા હતા. કપિલે લખ્યું હતું કે, નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. બધાને અમારો પ્રેમ. ગિન્ની એન્ડ કપિલ.

કપિલ શર્માએ જેવા આ ગુડ ન્યૂઝ શેર કર્યા કે તરત જ પ્રખ્યાત હસ્તીઓએ તેમને અભિનંદન આપવા શરૂ કર્યાં હતાં. કપિલનાં સોશિયલ મીડિયા યુઝર્સે ચાહકોએ પણ આ ખુશખબરી સાંભળીને બંનેને શુભકામના આપી હતી.

બીજા બાળકનું સ્વાગત કરવા શો ઓફ એર

થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે, કપિલ શર્માનો કોમેડી શો બંધ થઇ રહ્યો છે. જોકે ચેનલ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ થઇ ન હતી. હવે જણાવાઈ રહ્યું છે કે કપિલ શર્માનો શો ટૂંક સમયમાં ઓફ એર થઇ રહ્યો છે અને નવી સિઝન સાથે તે ટૂંક સમયમાં તે કમબેક કરશે. કપિલે સોશિયલ મીડિયા પર એક ફેનના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, શો ઓફ એર એટલા માટે થઇ રહ્યો છે કારણ કે તેને પત્ની સાથે ઘરે રહીને પોતાના બીજા બાળકનું સ્વાગત કરવું છે. કપિલ અને ગિન્નીના લગ્ન ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ જલંધરમાં થયા હતા. ગિન્નીએ ૨૦૧૯માં દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter