કોરોના મહામારી દરમિયાન બોલિવૂડ સેલિબ્રિટીઓ મદદ માટે આગળ આવી છે અને હજી પણ તેઓ લોકોને સહાય કરી રહ્યા છે. અક્ષય કુમાર ફરી એક વખત મદદગાર સાબિત થયો છે. આ વખતે તેણે કોવિડ-૧૯ મહામારીના પ્રકોપ વચ્ચે અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા કલાકારોને મદદ માટે રૂ. ૫૦ લાખનું ડોનેશન આપ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહયોગી સંસ્થા સંસ્કાર ભારતીએ આની જાણકારી આપી છે. સંસ્કાર ભારતી સંસ્થા કોરોનાને લીધે મુશ્કેલીઓમાં મુકાયેલા કલાકારોને આર્થિક સહાય માટે ભંડોળ એકત્ર કરી રહી છે. સંસ્થાએ શરૂ કરેલા પીડ પરાઈ જાને રે... કેમ્પેઇન માટે અક્ષયે
રૂ. ૫૦ લાખનું ડોનેશન આપ્યું છે. અક્ષય કુમારે કહ્યું હતું કે છેલ્લા બે વરસથી ઘણા કલાકારો પાસે કામ નથી. તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ છે. તેમની સહાયતા માટે પ્રયત્નશીલ સંસ્કાર ભારતીના અભિયાનને હું સમર્થન કરું છું. સાચી વાત તો એ છે કે કલાકાર છે તો કલા છે અને કલા છે તો ભારત છે...