કોરોનાનો ડર ભૂલી અમિતાભને શુભેચ્છા પાઠવવા ચાહકો ઉમટી પડ્યાં

Monday 12th October 2020 12:38 EDT
 
 

અમિતાભ બચ્ચનના ૭૮મા જન્મદિવસે ૧૧મી ઓક્ટોબરે તેમના બંગલાની બહાર સવારથી જ તેમના ચાહકોની ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમના ચાહકો કોરોનાનો ડર ભૂલીને મહાનાયકને ઘરે ભેટ અને શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા. આ દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ છે.
આ દિવસે સવારે અમિતાભ પોતાની સિક્યુરિટી સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તેમના ઘરની બહાર તેમના જન્મદિવસની શુભેચ્છાના પોસ્ટર્સ તેમના ચાહકોએ મૂક્યા હતા. અમિતાભને ચાહકો સાથે બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝે પણ શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં અજય દેવગણ, અનુષ્કા શર્મા, હૃતિક રોશન સહિત અનેક સામેલ હતા.
બચ્ચન ધામમાં બિગ બીના જન્મદિન ઉજવણી
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ૧૧મી ઓક્ટોબરે જન્મદિવસ હતો. મહાનાયકના ૭૮માં જન્મદિનની આમ તો દેશ-વિદેશના તેમના ઘણા પ્રશંસકોએ ઉજવણી કરી, પરંતુ કોલકાતામાં તેમના કેટલાક પ્રશંસકોએ કરેલી ઉજવણી કંઇક વિશેષ હતી. ઓલ બેંગાલ અમિતાભ બચ્ચન ફેન્સ એસોસિએશનના સભ્યોએ કોલકાતામાં બચ્ચન ધામ નામથી ‘બિગ બી’નું એક મંદિર બનાવેલું છે. આ મંદિરમાં તેમની પ્રતિમા સ્થાપિત છે. રવિવારે મંદિરને સરસ રીતે શણગારાયું હતું અને એસોસિએશન સભ્યો સહિતના પ્રશંસકોએ અમિતાભની પ્રતિમાની આરતી ઉતારીને તેમના જન્મદિનની ઉજવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter