કોલાવરી ડી'ના આઠ વર્ષ પછી ધનુષનું ફરી ગાયન

Tuesday 03rd November 2020 13:59 EST
 
 

વર્ષ ૨૦૧૨માં સુપરહિટ ગીત 'કોલાવરી ડી' આપનાર સાઉથ ઈન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ ફરી એક વખત નવા ગીતમાં સ્વર આપશે. ઓસ્કાર વિજેતા સંગાતકાર એ. આર. રહેમાન 'અતરંગી રે' ફિલ્મનું મ્યુઝિક બનાવી રહ્યા છે. આ ફિલ્મના ગીત માટે ધનુષ અવાજ આપશે.
ધનુષે આ ગીત સંબંધી સેલ્ફી રહેમાન સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સેલ્ફીમાં તે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં દેખાય છે. 'અતરંગી રે' ફિલ્મને આનંદ રાય ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ધનુષની સાથે અક્ષયકુમાર અને સારાઅલી ખાન પણ છે. આ લવ સ્ટોરી હિમાંશુ શર્માએ લખી છે અને આ ફિલ્મ ૨૦૨૧માં વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 'કોલાવરી ડી' આવ્યું ત્યારે જબરદસ્ત વાઇરલ થયું હતું. એ ગીત ત્યારે વાઇલર થયું હતું જ્યારે વાઈરલ શબ્દ પણ આજના સમય જેટલો વાઈરલ નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter