કૌભાંડી સુકેશે સારા, જહાન્વી અને ભૂમિને પણ લપેટામાં લીધી હતી

Thursday 03rd March 2022 06:10 EST
 
 

કૌભાંડી સુકેશ ચંદ્રશેખરને બોલિવૂડ એક્ટ્રેસ સાથે ફ્રેન્ડશિપ કરવાનો શોખ હતો અને તેમની નિકટ જવા માટે મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપતો હતો. સુકેશ સાથેના ઈન્ટિમેટ ફોટોગ્રાફ્સના કારણે જેક્વેલિનિ ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી છે અને તેમના ખાનગી સંબંધોની જાહેરમાં ચર્ચા થવા માંડી છે. જેક્વેલિન બાદ નોરાને ગિફ્ટ્સ મળી હોવાનું બહાર આવ્યું હતું. હવે આ કેસના ઈન્વેસ્ટિગેશન દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમને વધુ ત્રણ નામ જાણવા મળ્યા છે. કૌભાંડી સુકેશે સારા અલી ખાન, જ્હાન્વી કપૂર અને ભૂમિ પેડનેકરને પણ ટાર્ગેટ બનાવી હતી. તેણે મે 2021માં સારા અલી ખાનને વોટ્સએપ મેસેજ કર્યો હતો અને સૂરજ રેડ્ડી તરીકે ઓળખ આપીને ગાડી ગિફ્ટ કરવાનું કહ્યું હતું. જોકે સારા સાથે તેની મુલાકાત થઈ ન હતી. સુકેશની પત્ની લીના મારિયા પોલે જ્હાન્વી કપૂર સાથે સલૂનનાં ઓનર તરીકે મુલાકાત કરી હતી અને જુલાઈ 2021માં બેંગલૂરુમાં પોતાના સલૂનના ઓપનિંગ માટે ઈનવાઈટ પણ કરી હતી. સલૂનના રિબન કટિંગની ફી પેટે જ્હાન્વીને રૂ. 18.94 લાખ બેંક એકાઉન્ટમાં જમા કરાયા હતા. ઉપરાંત સુકેશે ભૂમિ પેડનેકરનો કાર ગિફ્ટ આપવા માટે એપ્રોચ કર્યો હતો, પરંતુ ભૂમિએ ગિફ્ટ લીધી ન હતી. રૂ. 200 કરોડના કૌભાંડના આરોપી સુકેશે જેક્વેલિનને હોલિવૂડ પ્રોડક્શનની મોટી ફિલ્મમાં રોલનું પ્રોમિસ આપ્યુ હતું. આ ઉપરાંત લક્ઝુરિયસ કાર સહિતની ગિફ્ટ્સ આપી હતી. આ કેસનું ઈન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હોવાથી જેક્વેલિન સલમાન ખાન સાથે દ-બંગ ટૂરમાં રિયાધ પણ જઈ શકી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter