ક્રન્ચીકોલ એનિમે એવોર્ડ્સમાં ફરી પ્રેઝન્ટર તરીકે રશ્મિકા મંદાના

Saturday 09th May 2026 08:14 EDT
 
 

રશ્મિકા ફરી એક વખત ટોક્યોના વૈશ્વિક મંચ પર ફરી ચમકશે. રશ્મિકા 2024માં પહેલી વખત જાપાનના આ પ્રતિષ્ઠિત એવોર્ડના મંચ પર પહોંચી હતી. 2024માં ઇતિહાસ રચ્યા પછી, રશ્મિકા હવે પોતાનાં વ્યસ્ત વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી આપવા માટે તૈયાર થઈ ગઈ છે.
રશ્મિકા મંદાના ફરી એક વાર ક્રન્ચીરોલ એનિમે એવોર્ડ્સની 10મી આવૃત્તિમાં પ્રેઝન્ટર તરીકે ચમકશે. આ એવોર્ડ આવતા પખવાડિયે 23 મેના રોજ ગ્રાન્ડ પ્રિન્સ હોટેલ શિન ટાકાનાવા ખાતે યોજાવાનો છે.
રશ્મિકાએ અગાઉ 2024માં આ એવોર્ડમાં હાજરી આપી ત્યારે તે આ સમારોહમાં એવોર્ડ પ્રેઝેન્ટ કરનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની હતી. આ વર્ષે તે ફરી તેનાં વધતાં વૈશ્વિક પ્રભાવ અને ભારતીય દર્શકો વચ્ચે વધતા જોડાણને વધુ મજબુત બનાવે છે. રશ્મિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત શેર કરતાં લખ્યું હતું, ‘જાપાનમાં ફરી એક વખત... એનિમે પાછળના અદ્ભુત લોકોને ઉજવવા માટે.’ એનિમે એવોર્ડ્સ જાપાનીઝ એનિમેશનના સૌથી મહત્વપૂર્ણ સમારંભોમાંથી એક છે, જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કૃતિને સન્માનિત કરવામાં આવે છે. જ્યુરીના મૂલ્યાંકન અને વિશ્વભરના ચાહકોના મતોથી વિજેતાઓ નક્કી થાય છે. આ વર્ષે, રશ્મિકા મંદાના આંતરરાષ્ટ્રીય પ્રેઝેન્ટર્સ જેમ કે આસુકા સાઈતો, ડાના પાઓલા અને વિન્સ્ટન ડ્યુક સાથે સ્ટેજ શેર કરશે.
રશ્મિકા ઘણી વાર એનિમેની સારા સ્ટોરી ટેલિંગ માધ્યમ તરીકે વખાણ કરી ચૂકી છે અને ‘જુજુત્સુ કાઈસેન’ તથા ‘ડેમન સ્લેયર’ જેવા લોકપ્રિય ટાઈટલ્સને પોતાનાં ગમતાં ટાઈટલ્સ ગણાવે છે. પ્લેટફોર્મ સાથે તેનો સંબંધ માત્ર હાજરી સુધી મર્યાદિત નથી, કારણ કે તે હાલમાં ભારતમાં ક્રન્ચીરોલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ સેવા આપી રહી છે, જે એનિમેના લોકો સાથેનું તેનું જોડાણ વધુ મજબુત બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter